
વેસુ પાણીની ટાંકી પાસે આવેલા ઍસ.ઍમ.સી. આવાસની બિલ્ડિંગ નીચે રાત્રિનાં સમયે ખુની ખેલ ખેલાયો હતો. મજાક મસ્તીમાં ઍક મિત્રઍ બીજાને ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે હત્યા કરનાર યુવકને ઝડપી પાડી પાંજરે પૂર્યો છે.
વેસુ પાણીની ટાંકી પાસે આવેલાં ઍસઍમસી આવાસમાં શંકરભાઈ રાઠોડ પરિવાર સાથે રહે છે. તેમનો ૨૨ વર્ષીય પુત્ર દીપક ઉર્ફે દીપુ રાત્રિના સમયે આ જ આવાસમાં રહેતા તેના મિત્ર આકાશ રવિ બેસાણે સાથે બેઠો હતો. બંને વચ્ચે મજાકમસ્તી ચાલી રહી હતી. જાતજાતામાં મજાક-મસ્તી ઝઘડામાં પરિણમી હતી. બંને જણાંઍ ઍકબીજાને ગાળો આપતાં મામલો હાથાપાઈ પર પહોચી ગયો હતો. જાતજાતામાં આકાશે આખરે ચાકુ કાઢી દીપક ઉપર હુમલો કરી ઉપરાછાપરી ઘા ઝીંકતા આવાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોહીલુહાણ હાલતમાં દીપકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતાં તેને તબીબોઍ મૃત જાહેર કર્યો હતો. જ્યારે આકાશને પણ ઇજા પહોચતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. આ ઘટના અંગે ઉમરા પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આજુબાજુ તપાસ કર્યા બાદ દીપકના ભાઈ કનૈયાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોîધી આરોપી આકાશને ઝડપી પાડ્યો હતો.