વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર સમક્ષ વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા છેવટે તબીબોઍ સોમવારથી હડતાળનું શસ્ત્ર ઉગામતા દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલનાં તબીબો, પ્રોફેસરો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતાં જ દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી. ખાસકરીને અમરનાથ યાત્રાઍ જવા માટે સર્ટિફિકેટ લેવા માટે આવનારા યાત્રીઓ અને સર્જરી વિભાગના દર્દીઓ અટવાયાં હતાં.
સુરત સહિત રાજ્યભરનાં તબીબી શિક્ષકો અને ડોક્ટરો દ્વારા પગાર સહિત વિવિધ પડતર માંગણીઓને લઈ સરકારને રજુઆત કરવામાં આવી હતી, પરંતુ સરકારે તેમની રજુઆતોને ન સાંભળતા તબીબી શિક્ષકો અને ડોક્ટરોઍ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. સોમવારે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ડોક્ટરો ઉતરી ગયા હતાં. જેને લઈને હોસ્પિટલની કામગીરી પર ખુબ જ અસર જાવા મળી હતી. સિવિલ હોસ્પિટલમાં તબીબો અને પ્રોફેસરો હડતાળ પર ઉતરતાં જ દર્દીઓની હાલત કફોડી જવા પામી છે. અમરનાથ યાત્રા માટે સર્ટિફિકેટ લેવા આવેલા યાત્રાળુઓ અને સર્જરી વિભાગનાં દર્દીઓ અટવાયાં હતાં. હડતાળ પર ઉતરેલાં તબીબો દ્વારા તબીબ શિક્ષક જીઍમઈઆરઍસ, દંત શિક્ષક તબીબી સેવાઓ, આરોગ્ય સેવાઓ, રાજ્ય કામદાર વીમા યોજના દંત સેવા કેડરના અધિકારીઓને ઍન.પીઍ આપવું, કેન્દ્ર સરકારના છઠ્ઠા પગાર પંચ મુજબ ઍન્ટ્રી પે, કાયમી મહેકમ મંજૂર થયેલી જગ્યાઓ ઉપર કોન્ટ્રાક્ચ્યુઅલ ઍપોઇનમેન્ટ આપવાની બંધ કરવા સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવી છે. જાકે, ઍમરજન્સી સેવાને અસર ન પડે તે રીતે તબીબોઍ પોતાનું કાર્ય ચાલુ રાખ્યું છે.