સુરત સહિત દેશભરમાં હાલ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ જાયા બાદ કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારને લઈ લોકો પોતાનું મંતવ્ય રજુ કરી રહ્નાં છે.
કાશ્મીરી પંડિતોને ફરીથી કાશ્મીરમાં પુનર્વસવાટ કરવાની માંગણી ઉઠવા પામી છે. જે સંદર્ભે સુરત વેડરોડ ખાતે આવેલા પ્રાણનાથ હોસ્પિટલમાં ૩૦૦થી વધુ સાધુ-સંતો અને મહંતોઍ ઍક બેઠક યોજી હતી, જેમાં કાશ્મીરી પંડિતોને ફરીથી કાશ્મીરમાં પુનર્વસવાટ કરાવવાની વાત કરી હતી અને વહેલી તકે કાશ્મીરી પંડિતોની કાશ્મીરમાં પુનર્વસવાટ થાય તેવી માંગણી સાધુ-સંતોઍ કરી છે.