વલસાડમાં પત્રકારની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવાના મુદ્દે સુરત જિલ્લા પત્રકાર સંઘ દ્વારા કલેક્ટર થકી મુખ્યમંત્રીનેઆવેદનપત્ર આપી ખોટી રીતે મીડિયાને દબાવવા માટે દાખલ કરવામાં આવેલી ઍફઆઈઆરમાં સી-સમરી કરવામાં આવે અને ફરી વખત કોઈપણ મીડિયાકર્મી સામે અહેવાલ સંદર્ભે સત્તાનો દુરૂપયોગ કરી ફરિયાદ દાખલ ન થાય તેવી માંગણી કરવામાં આવી છે.
સુરત જિલ્લા પત્રકાર સંઘ દ્વારા સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં વલસાડથી પ્રસિદ્ધ થતાં સાપ્તાહિક અખબારમાં દારૂની હેરાફેરી સંદર્ભે વહીવટદારોઍ બુટલેગરો સાથે સેટિંગ કરી લીધું… ના શીર્ષક હેઠળ સમાચાર છપાયા હતાં. જે સમાચાર બાદ અખબારના તંત્રી પુષ્પપાલ શાહ સામે વલસાડ પોલીસે ગંભીર કલમો લગાડી ગુનો દાખલ કરી તેમની સુરત મુકામેથી ધરપકડ કરી હતી તેમજ પુષ્પપાલના કાકા અનિલ શાહ સામે પણ ગુનો દાખલ કર્યો છે. જેને લઈને મીડિયાકર્મીઓમાં રોષ જાવા મળી રહ્ના છે. પત્રકાર પોતાની ફરજના ભાગરૂપે કામ કરતો હોય તો કોઈના માટે અપમાનજનક લખાણો લખે તો તેમના માટે કોર્ટના દ્વાર ખુલ્લા છે. પોલીસ દ્વારા આર્ટિકલના આધારે વાચકો સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરાયો હોવાની પોલીસે જાતે ફરિયાદી બની પત્રકાર સામે ફરિયાદ નોધાવે તે કેટલે અંશે વ્યાજબી છે, પરંતુ આ ઘટના પરથી લાગે છે કે ભાજપ સરકારમાં પોલીસ અધિકારીઓ પણ પોતાની સત્તાનો દુરૂપયોગ કરી અધિકારી રાજ ચલાવી રહ્નાં છે. લોકતંત્રના ચોથા સ્તંભ ગણાતાં મીડિયાનો અવાજ દબાવવાનું કૃત્ય કરી રહ્નાં છે. જેના પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યાં છે. સુરત જિલ્લાના તમામ પત્રકારો આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને ખોટી રીતે મીડિયાને દબાવવા માટે દાખલ કરાયેલી ઍફઆઈઆરમાં સી-સમરી કરવામાં આવે અને ફરી વખત કોઈપણ મીડિયાકર્મી સામે અહેવાલ સંદર્ભે સત્તાનો દુરૂપયોગ કરી ફરિયાદ દાખલ ન થાય તેવી માંગણી કરવામાં આવી છે. આ ઘટના સંદર્ભે રાજ્યના ડીજી કક્ષાઍ તપાસ થાય તેવી માંગણી પણ કરવામાં આવી છે.