Skip to content
July 5, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2022
  • May
  • 19
  • મર્યાદા પુરુષોત્તમ રામને જાણવાનો સુરતના આંગણે અવસર
  • City
  • Gujarat
  • Uncategorized
  • ગુજરાત

મર્યાદા પુરુષોત્તમ રામને જાણવાનો સુરતના આંગણે અવસર

Surat Channel May 19, 2022

ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા 20 અને 21મી મેના રોજ “અપને અપને રામ” કાર્યક્રમનું આયોજન
વિશ્વ વિખ્યાત રામકથા મર્મજ્ઞ અને યુગ વક્તા કુમાર વિશ્વાસ ભગવાન રામના જીવન – કવન ને કરશે પ્રસ્તુત
સુરત : મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું જીવન એ દરેકને માત્ર પ્રેરણા જ નથી આપતું પણ સફળ જીવન જીવવાનો માર્ગ પણ બતાવે છે. ત્યારે ભગવાન શ્રીરામ ને જાણવાનો અવસર સુરતના આંગણે મળી રહ્યો છે. ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા આગામી 20 અને 21મી મેના રોજ સુરત ખાતે “અપને અપને રામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વ વિખ્યાત રામકથા મર્મજ્ઞ અને યુગ વક્તા કુમાર વિશ્વાસ ભગવાન રામના જીવન – કવનને પોતાના મુખાવિંદથી પ્રસ્તુત કરશે.
આ અંગે માહિતી આપતા સી.એ. હરિ અરોરાએ જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય મંદિર સાકારીત થઈ રહ્યું છે. દેશ આખો રામમય બને તે માટે સુરત ખાતે અપને અપને રામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે અયોધ્યામાં નિર્માણ થઇ રહેલા ભવ્ય રામ મંદિર જેવો જ મંદિર ઊભો કરવામાં આવી રહ્યો છે. જેથી શ્રોતાઓ ને એવી અનુભૂતિ થશે કે તેઓ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ તીરથસ્થળબા પરિસરમાં જ બેસી ભગવાન રામને જાણી રહ્યા છે. કાર્યક્રમનું આયોજન ઉધના મગદલ્લા રોડ પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સામે એગઝીબીશન ગ્રાઉન્ડ પર 20 અને 21મી મેના રોજ સાંજે 7:00 વાગ્યાથી કરવામાં આવ્યું છે. કાર્યક્રમની પ્રસ્તુતિ વિશ્વ વિખ્યાત રામકથા મર્મજ્ઞ અને યુગ વક્તા કુમાર વિશ્વાસ દ્વારા આપવામાં આવશે. તેમની સાથે 24 વાદ્યો, સંગીતકાર અને સુપ્રસિદ્ધ ગીતકાર પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભગવાન રામ અને તેમના જીવન, તેમનામાં રહેલા ગુણો સૌકોઈ જાણે અને પોતાના જીવનમાં ઉતારે તે માટેનો છે. ફાઉન્ડેશનના પ્રકાશ ધોરીયાણી દ્વારા જાહેર જનતાને એવી અપીલ કરવામાં આવે છે કે કાર્યક્રમને પ્રત્યક્ષ નિહાળવાનો આનંદ કઈક અલગ હશે અને એટલે કાર્યક્રમ નિહાળવા માટે કોઈ ટિકિટ કે ચાર્જ રાખવામાં આવ્યો નથી, પ્રવેશ નિઃશુલ્ક છે અને જનતાને સહ પરિવાર ઉપસ્થિત રહેવા સ્નેહભર્યું આમંત્રણ છે.

Tags: surat surat channel suratnews

Continue Reading

Previous: સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડતી વેળા મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ, આબાદ બચાવ
Next: નાનપુરા નાવડી ઓવારા પાસે આવેલી હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી

Similar Stories

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ગુજરાત

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન

July 1, 2025
20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર
  • ગુજરાત

20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર

June 6, 2025
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
  • ગુજરાત

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

June 4, 2025

Recent Posts

  • આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન
  • સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
  • સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા
  • સુરતમાં સૌપ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ, IKISHA જવેલર્સ નો ભવ્ય શુભારંભ

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન
  • લાઇફસ્ટાઇલ

આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન

July 5, 2025
સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ગુજરાત

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન

July 1, 2025
ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
  • હેલ્થ

ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

June 30, 2025
સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા
  • એજ્યુકેશન

સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા

June 28, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.