
કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છેલ્લાં ત્રણ વર્ષથી સરકાર દ્વારા ટેબલેટ આપવામાં આવ્યા નથી. જેથી તા. ૨૧મીના રોજ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સુરત ખાતે આવી રહ્ના છે, ત્યારે તેમને મળીને યોગ્ય રજુઆત કરવા આપ પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિઍ કલેક્ટરને આવેદનપત્ર આપી જીતુ વાઘાણીને મળવા માટેનો સમય માંગ્યો છે.
વીર નર્મદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ટેબલેટ આપવામાં આવે છે, પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને નમો ટેબલેટ અપાયો નથી. આ અંગે આપ પાર્ટીની વિદ્યાર્થી પાંખ ઍવી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને ટેબલેટ મળે તે માટે અવારનવાર કુલપતિ અને મુખ્યમંત્રીને રજુઆતો કરી છે, પરંતુ હજુ સુધી સરકારે ટેબલેટ આપવા માટે કોઈ યોગ્ય નિર્ણય લીધો નથી. આગામી ૨૧મી મેના રોજ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સુરત ખાતે આવી રહ્નાં છે, ત્યારે તેમને મળીને યોગ્ય રજુઆત કરી શકાય તે માટે છાત્ર યુવા સંઘર્ષ સમિતિઍ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જીતુ વાઘાણીને મળવા માટે યોગ્ય સમય આપવા માટેની માંગણી કરી હતી. જેથી વિદ્યાર્થીઓના પ્રશ્નોની યોગ્ય રીતે રજુઆત કરી શકાયï. આ અંગે છાત્ર યુવા સંઘર્ષ સમિતિઍ કાયદા અને વ્યવસ્થાનું સંપૂર્ણ પાલન કરવાની બાંહેધરી પણ કલેક્ટરને આપી છે.