વેસુ-આભવા, આગમ શોપિંગ સેન્ટર નજીક રૂંગટા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કોર્પોરેશન દ્વારા ગ્રીન લિફ્ટ નામની બિલ્ડિંગ બનાવવામાં આવી હતી, પરંતુ આ બિલ્ડિંગની પાછળ આવેલી ખેડૂતની જમીનમાં ખેડૂતને આવવા-જવા માટેનો રસ્તો બંધ કરાતા હોબાળો મચ્યો હતો. ખેડૂત પરિવારનાં સભ્યોઍ બિલ્ડર દ્વારા દિવાલ ઊભી કરાવાની કામગીરી બંધ કરી ત્યાં ટ્રેક્ટર ઊભું કરી ન્યાય માટે વિરોધ નોધાવ્યો હતો, પરંતુ બિલ્ડર દ્વારા પોલીસને જાણ કરી ખેડૂત પરિવારનાં બે સભ્યો સામે કાયદેસરની કાર્યવાહી કરાવાયો હોવાનો આક્ષેપ ખેડૂતે કર્યો છે.
વેસુ ટીપી સ્કીમ નં. ૭૫ના ફાયનલ પ્લોટ નં. ૨૩વાળી ૭ હજાર ૮૦ ચોરસમીટર જમીન ઉમરા ગામ, ઈચ્છાનાથ સ્થિત તળાવ ફળિયામાં રહેતા નાનુભાઈ કેશવભાઈ આહીર અને તેમના પરિવારની છે. છ વર્ષ પહેલા આહીર પરિવારે ૭ હજાર ૮૦ મીટર જમીન પૈકી ૫૭૦૦ વાર જમીન રૂંગટા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કોર્પોરેશનના ભાગીદાર અનિલ સત્યનારાયણ રૂંગટા, તેનો પુત્ર અંકિત રૂંગટા અને અંકુર રૂંગટા તેમજ ભાગીદાર આલોક કુમાર જૈનને વેચાણથી આપી હતી. તા. ૧૧મી માર્ચ ૨૦૧૯ના રોજ વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યા હતાં. જેમાં આખી જમીનમાંથી માત્ર ૧૫૬૪ વાર જમીનનો ટીપી સ્કીમનો અભિપ્રાય બાગી હોવાથી ખેડૂત અને બિલ્ડર વચ્ચે તે જમીનનો સોદો થયો ન હતો, પરંતુ બિલ્ડરે જમીન લેવાનું નક્કી કરી રજીસ્ટ્રાર ઍમઓયુ કર્યું હતું. ત્યારબાદ ખેડૂતોઍ સમય મર્યાદામાં ટીપી સ્કીમનો અભિપ્રાય મેળવીને બિલ્ડરને આપ્યો હતો, પરંતુ બિલ્ડરે જમીન લેવાને બદલે જમીનના બદલામાં અન્ય જગ્યા પર જમીન આપવાની વાત કરતા આહીર પરિવારે તે નામંજૂર કર્યો હતો. આ ઉપરાંત બિલ્ડર દ્વારા ૫૭૦૦ વારમાં ઊભી કરાયેલી બિલ્ડિંગમાં ૯ મીટરનો રસ્તો ખેડૂત અને બિલ્ડિંગના રહીશો સહિયારો ઉપયોગ કરશે, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ બિલ્ડરે આ રસ્તો બંધ કરવા માટે ગેટ બનાવી દીધો હતો. જેથી આહિર પરિવાર પોતાની જમીનïમાં જઈ શકે તે માટે બીજા કોઈ રસ્તો ન હતો. જેથી આહિર પરિવારે તેનો વિરોધ કરી ગેટ ખોલાવી પોતાનું ટ્રેક્ટર ત્યાં મૂકી દીધું હતું, પરંતુ બિલ્ડરે ઉમરા પોલીસને જાણ કરી આહિર પરિવારનાં બે સભ્યો પર કાયદેસરની કાર્યવાહી કરાવી હતી, પરંતુ આહિર પરિવારે પણ બિલ્ડર સામે ફરિયાદ કરી હતી. પરંતુ ઉમરા પોલીસે બિલ્ડર સામે કોઈ પણ જાતના પગલા ન લેતા ખેડૂત પરિવારમાં રોષની લાગણી જાવા મળી હતી. બુધવારે બિલ્ડર દ્વારા ખેડૂત પરિવારનો ટ્રેક્ટર નીચે ઉતારી દેતા હોબાળો મચ્યો હતો. ખેડૂત પરિવારે પોતાની જમીન પર ધરણા બેસી બિલ્ડર સામે વિરોધ નોધાવ્યો હતો. છેવટે પોલીસ સ્થળ પર દોડી આવી હતી. ખેડૂત પરિવારે જમીન અને રસ્તા માટેના તમામ લેખિત પુરાવાઓ પોલીસ સમક્ષ રજુ કર્યા છે.