
સુરત જિલ્લાના મોટામિયાં માંગરોળ ખાતે આવેલા મોટા બોબાટ સ્ક્વોડ ગ્રાઉન્ડ ખાતે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલની હાજરીમાં સુપરફાસ્ટ બોલર શોધવાનો એક દિવસીય રફ્તાર કી ખોજ..નો કાર્યક્રમ યોજાયો હતો.
આ કેમ્પમાં અઢીસોથી વધુ યુવા ફાસ્ટ બોલરોએ ભાગ લઈ પોતાનું પરફોર્મન્સ રજુ કયુ* હતું. જેમાં પ્રારંભિક તબક્કે ૨૦ બોલરો બાદ ફાયનલ કેમ્પ માટે પાંચ બોલરો સીલેક્ટ થયા હતાં. આ ફાસ્ટ પાંચ બોલરોને આગામી દિવસોમાં વિનામૂલ્યે ટ્રેનિંગ આપીને બરોડા ક્રિકેટ એસોસિએશનïનાં ટ્રેનિંગ કેમ્પમાં મોકલવામાં આવશે.