કામરેજ ચાર રસ્તાની રામકબીર હાઈસ્કૂલ ખાતે દક્ષિણ ગુજરાત રોહિત સમાજનો સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો.
સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ આયોજિત રોહિત સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજનાં વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે સેમિનાર તેમજ તેજસ્વી તારલાંઓનું સન્માન અને સમુહ લગ્નોત્સવ અંગેના આયોજન અંગે ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય આત્મારામ પરમાર સહિતનાં સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતાં.