
સેલવાસ સ્માર્ટ સિટી લિમિટેડ દ્વારા વિશ્વ સાયકલ દિન નિમિત્તે શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જ્યારે સંઘપ્રદેશનાં ઉદ્યોગોના સહયોગથી સાયકલ ટુ વર્ક ઍપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. સેલવાસના ઝંડા ચોક પાસેથી નીકળેલી સાયકલ રેલીને જિલ્લા પંચાયતના પ્રમુખ નિશા ભંવર તથા જિલ્લા પંચાયતના ચીફ ઓફિસર અપૂર્વ શર્મા અને આરડીસી ચાર્મી પારેખે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીની પૂર્ણાહુતિ દમણગંગા નદીના કિનારે રીવર ફ્રન્ટ ખાતે કરવામાં આવી હતી.