સુરત શહેરમાં સામાજિક પ્રસંગોમાં લોકો સુરત મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઈટમાંથી વીજળી ચોરી કરતા હોવાની અનેક ફરિયાદો સામે આવી છે.
ફરી ઍકવાર ડિંડોલી, મધુરમ સર્કલ પાસે સુરત મહાનગરપાલિકા વીજપોલમાંથી ગેરકાયદેસર વીજળીનું કનેકશન કરી ભાજપના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હોર્ડિંગને લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. આ હોર્ડિંગ લગાવવા માટે ઍસઍમસીના વીજપોલમાંથી વિજળી કનેકશન સ્થાનિક કોર્પોરેટરના પુત્રઍ લીધો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આમ, સુરત મહાનગરપાલિકાની જાણ બહાર વીજપોલ સાથે છેડછાડ કરી વીજળી ચોરી કરવામાં આવી છે.