પલસાણા તાલુકાના ચલથાણ ગામમાં શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલા લોકડાયરાના કાર્યક્રમમાં શ્રોતાઓઍ નોટોનો વરસાદ કર્યો હતો.
શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરના ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પ્રસિદ્ધ લોકગાયક સુરેશભાઈ તથા ભૂમિકા ચાવડા અને સાહિત્યકાર માધવભાઈ ભરવાડનો લોકડાયરો યોજાયો હતો. જેમાં શ્રોતાઓઍ મનગમતા ભજનોની મજા માણી ભજનિકો પર નોટોનો વરસાદ કર્યો હતો.