
પાંડેસરા ચીકુવાડી પાસે મધરાત્રે ઍક દોડતી કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાકે, ફાયર બ્રિગેડને લોકોઍ જાણ કરતાં લાશ્કરો સ્થળ પર પહોચી ગયો હતો. આગમાં લપટાયેલી કાર ઉપર પાણીનો મારો ચલાવી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. આગને કારણે કોઈ જાનહાનિ કે ઇજા પહોચી નથી.
પાંડેસરા, ચીકુવાડી પાસેથી મધરાત્રિના સમયે જીજે-૫, બીઍચ-૨૮૫૩ નંબરની મારુતિ ઓમની કાર પસાર થઈ રહી હતી. જાકે, સીઍનજી કારમાં અચાનક જ શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી મચી હતી. આગને જાઈ કારચાલક રાજેન્દ્ર સાળુંકે ગાડી થોભાવી સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતાં આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશ્કરો દોડી આવ્યો હતો. ફાયરકર્મીઓઍ આગ પર પાણીનો મારો ચલાવી સ્થિતિ થાળે પાડી હતી. આગને કારણે કારમાં નુકસાન થયું છે.