
ઍથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિશ્વ ઍથ્લેટિક્સ અન્ડર ટ્વેન્ટી ચેમ્પિયનશિપની ભારતીય ટીમમાં ૪૫ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના ચાર પુરુષ અને ચાર મહિલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
આગામી પહેલી ઓગસ્ટથી કોલંબિયામાં શરૂ થનાર પાંચ દિવસ માટેની વિશ્વ ઍથ્લેટિક્સ અન્ડર ટ્વેન્ટી ચેમ્પિયનશિપની સ્પર્ધામાં ગુજરાતના ચાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં પસંદગી પામેલ શ્રદ્ધા કથીરિયાઍ સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં કોચના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી રહી છે.