સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રશાસન દ્વારા લોકોને પોતાનું ઘર મળી શકે તે માટે પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી. જાકે, સરકારી પ્લોટો લેનાર કેટલાંક વ્યક્તિઓઍ પ્લોટો બારોબાર વેચી મારતા પ્રશાસન દ્વારા તેમને નોટિસ ફટકારવામાં આવી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કેટલાંક ગુજરાતમાં રહેતા લોકોઍ પોતાની માલિકીના પ્લોટ હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે સંઘપ્રદેશમાં જમીનો લીધી હતી. જે અંગે પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવતા સેલવાસ કલેક્ટર કચેરીમાં તેની સુનાવણી પણ ચાલી રહી છે. પ્રશાસનની કાર્યવાહીના કારણે અનેક લોકોઍ કલેક્ટર કચેરીમાં જઈને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.