વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત વરસાદ વરસી રહ્ના છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરસ્યો છે. કપરાડામાં ૧૪ કલાકમાં ૧૦ ઇંચથી વધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છે. આવા વરસતા વરસાદી માહોલમાં પણ ખેડૂતો ખેતીના કામમાં વ્યસ્ત જોવા મળી રહ્ના છે.
કપરાડા તાલુકામાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ ૧૨૦ ઇંચથી વધુ વરસાદ વરસે છે. આથી સતત વરસાદી માહોલમાં થતો ડાંગરનો પાક વલસાડ જિલ્લાનો મુખ્ય પાક છે. ચોમાસામાં જિલ્લામાં સૌથી વધુ ડાંગરની ખેતી થાય છે. અત્યારે ડાંગરની ખેતીને અનુકૂળ વરસાદ વરસી રહ્ના હોવાથી ખેડૂતોમાં ખુશી છે અને વરસતા વરસાદમાં પણ ખેડૂતો ખેતીના કામમાં વ્યસ્ત જોવા મળી રહ્ના છે. વરસાદની રમઝટ વચ્ચે ખેડૂતો ખેતરોમાં ખેતરો ખેડી રહ્ના છે, તો ક્યાંક ખેતરોમાં ડાંગરની રોપણીની કામગીરી પણ ચાલી રહી છે. કપરાડામાં સતત વરસાદી માહોલને કારણે ખુશનુમા વાતાવરણ સર્જાયું છે. સતત વરસાદી માહોલને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે.