રિંગરોડ કોહીનૂર ટેક્સટાઇલ માર્કેટની પાસે માલિની વાડીમાં કાપડની દુકાન ધરાવતા ઍક વેપારીઍ દલાલ સાથે મળી રૂ. ૧૫ લાખ ૧૯ હજારનો ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ દુકાન બંધ કરી ભાગી છૂટ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોîધાઈ છે.
ઘોડદોડ રોડ, જમના નગર બસ સ્ટેન્ડની પાસે સંત તુકારામ સોસાયટી વિભાગ-૩માં રહેતા પિયૂષભાઈ ડાહ્નાભાઈ બારડોલીવાલા બમરોલી રોડ, બારડોલીવાલા કમ્પાઉન્ડમાં લુમ્સનું કારખાનું ધરાવે છે. ઍક વર્ષ પહેલા સલાબતપુરા, સિદ્ધિ શેરીમાં રહેતા ૬૪ વર્ષીય ભરત કુમાર જયકિશન દાસ તાલીયા નામના દલાલે પિયૂષભાઈનો સંપર્ક કર્યો હતો. પોતાની પાસે માર્કેટમાં મોટી-મોટી પાર્ટીઓ હોવાની વાત કરી સમયસર પૈસા ચૂકવી દેશે, તેવી બાંહેધરી આપી તેમનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ભરતકુમારે સલાબતપુરા, કોહિનૂર માર્કેટની પાસે માલિની વાડીમાં ખુશાલ ઇમ્પેક્સ નામથી ધંધો કરતા ગિરીશ ગુલાબસિંહ પારેખ નામના વેપારીનો સંપર્ક કરાવ્યો હતો. આ બંને જણાંઍ ઍકબીજાની મદદગારીથી સમયસર પૈસા મળી જશે, તેવી બાંહેધરી આપી તા. ૧૫ સપ્ટેમ્બરથી ૨૫ ઓક્ટોબર ૨૦૨૧ દરમિયાન રૂ. ૧૫ લાખ ૧૯ હજારથી વધુનો ગ્રે કાપડનો માલ ઉધાર ખરીદ્યો હતો, પરંતુ સમયસર પૈસા ન આવતા પિયૂષભાઈઍ ઉઘરાણી શરૂ કરી હતી, પરંતુ બંને જણાં પિયુષભાઈનો ફોન ન ઉંચકતા છેવટે તેમણે તપાસ કરી તો પાર્ટીઍ ઉઠમણું કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પિયૂષભાઈઍ દલાલ અને વેપારી સામે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.