Skip to content
October 17, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2022
  • July
  • 19
  • ઉકાઈ ડેમના ૧૩ દરવાજા ખોલી ૧.૮૮ લાખ ક્યુસેક પાણી છોડાયું, ડેમની સપાટી ૩૩૩.૫૨ ફુટ
  • City
  • Gujarat
  • Uncategorized
  • ગુજરાત

ઉકાઈ ડેમના ૧૩ દરવાજા ખોલી ૧.૮૮ લાખ ક્યુસેક પાણી છોડાયું, ડેમની સપાટી ૩૩૩.૫૨ ફુટ

Surat Channel July 19, 2022

છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદ બાદ બે દિવસ વિરામ લીધો હોય ઍ રીતે ફરી ઝરમર વરસાદી ઝાપટાં પડી રહ્નાં છે. જોકે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઍનીની સપાટી રૂલ લેવલ ૩૩૩ ફૂટ કુદાવી જતાં તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્નાં છે. ઉકાઈ ડેમના ૧૩ દરવાજા ખોલી ૧ લાખ ૮૮ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્નાં છે, જેથી સુરતમાં તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે. કોઝવે ખાતે તાપી નદીની સપાટી વધીને ૮.૨૫ મીટરે પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા તાપી નદી કિનારાના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ધીમી ધારે ઝરમર વરસાદી ઝાપટાં પડી રહ્નાં છે. હળવા વરસાદ વચ્ચે ખેડૂતોઍ કરેલા રોપણ અને સૂર્યપ્રકાશ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્ના છે. તો શહેરમાં સવારે ઝરમર વરસાદ વરસતાં કામ-ધંધે જતા લોકોને રેઇનકોટ પહેરવાની અને છત્રી લઈને નીકળવાની ફરજ પડી હતી. રાત્રિના બારથી લઈ મંગળવારે બપોરે ૧૨ વાગ્યા સુધી ઉમરપાડામાં ૨૪ મિમી, ઓલપાડ ૭ મિમી, ચોર્યાસી ૭ મિમી, પલસાણા ૧૨ મિમી, બારડોલી ૧૪ મિમી, મહુવા ૧૩ મિમી, માંગરોળ ૨૦ મિમી, માંડવી ૨૦ મિમી અને સુરત શહેરમાં ૧૦ મિમી વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉકાઈનાં ઉપરવાસમાં છેલ્લાં ૨ દિવસથી ભારે વરસાદ પડી રહ્ના છે. જેના પગલે હથનૂર ડેમમાં પાણીની આવક વધી જવા પામી છે. છેલ્લાં ૨૪ કલાકમાં ઉકાઈના ઉપરવાસનાં ૨૧ ગેઝ સ્ટેશનો ઉપર સરેરાશ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે હથનૂર ડેમની સપાટી વધીને ૨૧૦.૭૦૦ મીટર પર પહોચી જવા પામી છે. હથનૂર ડેમનાં તમામ દરવાજા ખોલી તેમાંથી ૧ લાખ ૯૯ હજાર ૮૪૭ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં છોડવામાં આવી રહ્નાં છે. જેના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોધાશે, તેવી શક્યતા છે, પરંતુ તંત્ર દ્વારા ઉકાઈ ડેમનું રૂલ લેવલ મેઇનટેન કરવા માટે ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડાઈ રહ્નાં છે. મંગળવારે બપોરના ૧૨ વાગ્યા સુધી ડેમના કુલ ૧૩ દરવાજા ખોલવામાં આવ્યા છે. ૧૦ દરવાજા ૧૦ ફૂટ જ્યારે ૧ દરવાજા ૮ ફૂટ અને ૨ દરવાજા ૭ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્નાં છે.ઉકાઈ ડેમમાંથી ૧ લાખ ૮૮ હજાર ૪૭ ક્યુસેક પાણી છોડવામાં આવતાં તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે, સાથે જ નીચાણવાળા વિસ્તારને સતર્ક કરી દેવામાં આવ્યા છે. હાલ ઉકાઈ ડેમની સપાટી ૩૩૨.૫૨ ફુટ પર પહોચી છે. ઉકાઈમાં હજુ પણ ૭૨ હજાર ૬૮૫ ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા જ કાંકરાપાર ડેમની સપાટી પણ વધી છે. કાંકરાપાર ડેમમાંથી ૧ લાખ ૮૧ હજાર ૭૦૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્નાં છે. કાંકરાપાર ડેમની સપાટી ૧૬૯ ફુટ પર પહોચી છે.જ્યારે સુરતમાં વિયર કમ કોઝવેની સપાટીમાં વધારો નોધાયો છે. હાલ વિયર કમની સપાટી ૮.૨૫ મીટર પર પહોચી છે. તેમાંથી ૧ લાખ ૪૨ હજારથી વધુ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે નદીનાં નયનરમ્ય દૃશ્યો જોવા મળ્યાં છે. તાપી નદી બે કાંઠે વહેતા કેટલાંક માછીમારો માછીમારી કરતા પણ નજરે પડ્યાં છે. જાકે, લોકોઍ ખોટી અફવાઓથી દૂર રહેવા માટે તંત્રઍ અપીલ કરી છે. માત્ર રૂલ લેવલ મેઇનટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું છે.

Tags: surat surat channel suratnews

Post navigation

Previous ઉધના વિજયનગરમાં પીવાનાં પાણીની લાઈનમાં ગંદુ પાણી આવતા લોકોઍ ઉધના ઝોન ખાતે મોરચો માંડ્યો
Next કલર્સ ટીવી પર આવતા ડાન્સ દિવાને જૂનિયર શોમાં સુરતનો આદિત્ય પાટીલ વિજયી

Similar Stories

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:
  • ગુજરાત

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:

October 8, 2025
વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા
  • ગુજરાત

વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા

October 8, 2025
ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન
  • ગુજરાત

ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન

October 2, 2025

Recent Posts

  • આત્મવિશ્વાસ સાથે મંચને પ્રકાશિત કરાયો: વ્હાઈટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલે દિવાળીની ઉજવણી પ્રતિભા સાથે ભરેલી સાપ્તાહિક પ્રવૃત્તિઓથી કરી
  • કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:
  • વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા
  • સોલેક્સ એનર્જી લિમિટેડ – એનએસઇ મેઈન બોર્ડ પર સ્થાનાંતરણની ઉજવણી માટે સુરતમાં બેલ વાગાવ્યું
  • ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

આત્મવિશ્વાસ સાથે મંચને પ્રકાશિત કરાયો: વ્હાઈટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલે દિવાળીની ઉજવણી પ્રતિભા સાથે ભરેલી સાપ્તાહિક પ્રવૃત્તિઓથી કરી
  • એજ્યુકેશન

આત્મવિશ્વાસ સાથે મંચને પ્રકાશિત કરાયો: વ્હાઈટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલે દિવાળીની ઉજવણી પ્રતિભા સાથે ભરેલી સાપ્તાહિક પ્રવૃત્તિઓથી કરી

October 17, 2025
કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:
  • ગુજરાત

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:

October 8, 2025
વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા
  • ગુજરાત

વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા

October 8, 2025
સોલેક્સ એનર્જી લિમિટેડ – એનએસઇ મેઈન બોર્ડ પર સ્થાનાંતરણની ઉજવણી માટે સુરતમાં બેલ વાગાવ્યું
  • બિઝનેસસ

સોલેક્સ એનર્જી લિમિટેડ – એનએસઇ મેઈન બોર્ડ પર સ્થાનાંતરણની ઉજવણી માટે સુરતમાં બેલ વાગાવ્યું

October 8, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.