વરાછા, માતાવાડી સ્થિત કમલપાર્ક સોસાયટીમાં આવેલી ઍક બંધ આઈસક્રીમની દુકાનમાં શોર્ટ-સર્કિટના કારણે ભાગદોડ મચી ગઈ હતી. જાકે, ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોચી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આગને કારણે મશીન અને ફ્રીજ બળીને ખાખ થઈ ગયું હતું.
વરાછા, માતાવાડી સ્થિત કમલપાર્ક સોસાયટીમાં કિશનભાઈ ખટિક નામના વેપારીની આઈસક્રીમ બનાવવાની દુકાન આવેલી છે. ગુરુવારે સવારે ૧૦ વાગ્યાના અરસામાં દુકાન બંધ હતી. ત્યારે અચાનક શોર્ટ-સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. આગ જાઈને આજુબાજુનાં રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશ્કરો દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આગમાં દુકાનની અંદર રાખેલી મશીનરી અને ફ્રીજ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનામાં કોઈને જાનહાનિ કે ઇજા પહોચી ન હતી.