અમરોલી પોલીસ મથકની હદમાં ગેરકાયદેસર ધંધાઓ ધમધમી રહ્ના છે, તેમ છતાં પોલીસ આંખ આડા કાન કરી અસામાજિક તત્ત્વોને છાવરી રહી છે. દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે અમરોલી, કોસાડ આવાસના ગેટ નં.૧ અને ૩માં આવેલી ખુલ્લી જગ્યામાં ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરી હતી. જ્યાંથી પોલીસે ચાર લોકોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતાં. જ્યારે દારૂનો અડ્ડો ચલાવનાર આરોપી ભાગવામાં સફળ રહ્ના હતો. પોલીસે દારૂના અડ્ડા પરથી કુલ રૂ. ૧ લાખથી વધુની મત્તા કબજે કરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, અમરોલી કોસાડ આવાસïના ગેટ નં. ૧ અને ૩ની અંદર આવેલી ખુલ્લી જગ્યામાં તથા મકાનમાં ગેરકાયદેસર દારૂનો સંગ્રહ કરી વેચાણ કરવામાં આવી રહ્નાં છે. આ હકીકતના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી, ત્યારે દારૂના અડ્ડા પર નોકરી કરતા કોસાડ આવાસના અનિલ નટવર વસાવા, વિશ્વાસ ભરત વસાવા, વિકાસ રાજકિશોર શેટ્ટી તથા દારૂનો ધંધો કરનાર અશરફ અસલમ શેખ રંગેહાથ પકડાઈ ગયા હતાં. જ્યારે દારૂનો અડ્ડો ચલાવનાર જાવીદ ઉર્ફે બલી લંગડો હુસેનખાન પઠાણ ભાગવામાં સફળ રહ્ના હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થળ પરથી રૂ. ૪૬ હજારની ૪૦૨ નંગ દારૂની બોટલ, પાંચ મોબાઇલ, એક બાઈક વગેરે મળી કુલ રૂ. ૧ લાખ ૪ હજારની મત્તા કબજે કરી હતી. જ્યારે દારૂનો જથ્થો આપનાર આરોપીને પણ વોન્ટેડ જાહેર કરાયો છે. આગળની તપાસ અમરોલી પોલીસના બદલે જહાંગીરપુરા પોલીસને સોપવામાં આવી છે. હાલ જહાંગીરપુરાના પીઆઈ પી.ડી. પરમાર તપાસ કરી રહ્ના છે.