
આર્થિક રીતે નબળા વર્ગ માટે ૧૦ ટકા અનામતની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવાની તરફેણ કરી છે. આ દરમિયાન જસ્ટિસ મહેશ્વરીઍ કહ્નાં કે, આર્થિક આરક્ષણ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ નથી. જસ્ટિસ બેલા ઍમ ત્રિવેદી, જસ્ટિસ મહેશ્વરીઍ ઇ.ડબલ્યુ.ઍસ.ને યોગ્ય ગણાવ્યુ છે.
આ બંનેઍ ૨૦૧૯ના સુધારાની તરફેણ કરી છે. જસ્ટિસ પારડીવાલાઍ પણ તેની તરફેણ કરી છે. ઇ.ડબલ્યુ.ઍસ. ક્વોટાની માન્યતાને પડકારતી ૩૦થી વધુ અરજીઓની સુનાવણી બાદ કોર્ટે ૨૭ સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જેમાં ૩ જજે આ અનામતની તરફેણ કરી છે જ્યારે બે જસ્ટિસ રવીન્દ્ર ભટ અને ચીફ જસ્ટિસ લલિત અનામતના વિરોધમાં ગયા છે.