વરાછા વિસ્તારમાં રહેતા કાપડ દલાલ વતન રાજસ્થાન ગયા હતા ત્યારે પેટીમઍમથી લાઈટ બિલ ભર્યું હતું. જોકે, લાઈટ બિલ ભર્યાના બીજા દિવસે તમારું બિલ અપડેટ થયું નથી તેવો મેસેજ અને બાદમાં ફોન કરી લાઇટ બિલ નહી ભરો તો કપાઈ જશે કહી ટીમ વ્યુવર ઍપ ડાઉનલોડ કરાવી ભેજાબાજે રૂ.૯૯,૯૪૦ સેરવી લેતા વરાછા પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૂળ રાજસ્થાનના બિકાનેરના લૂણકરણના નાપાસર ગામના વતની અને સુરતમાં વરાછા લંબે હનુમાન રોડ ત્રિકમનગર શિલ્પાપાર્ક સોસાયટી સદગુરુ ઍપાર્ટમેન્ટ ઘર નં. સી/૪૦૯ માં રહેતા ૫૨ વર્ષીય જુગલકિશોર હનુમાનદાસ જાવર રીંગરોડ કાપડ માર્કેટમાં દલાલીનું કામ કરે છે. ગત ૩૧ ઓક્ટોબરના રોજ તે વતન ગયા હતા ત્યારે ત્યાંથી તેમણે રૂ.૧૨૧૦ નું લાઈટ બિલ પેટીઍમથી ભર્યું હતું. જો કે બીજા દિવસે તેમને અજાણ્યા મોબાઈલ નંબર પરથી મેસેજ આવ્યો હતો કે તમારું બિલ અપડેટ થયું નથી. તેના બીજા દિવસે બીજા અજાણ્યા નંબર પરથી ફોન કરી અજાણ્યાઍ કહ્નાં હતું કે લાઈટ બિલ બાકી છે, બિલ ભરો નહી તો કનેક્શન કપાઈ જશે. ત્યારબાદમાં તે વ્યક્તિના કહ્ના મુજબ જુગલ કિશોરભાઈઍ પોતાની પુત્રી પાસે મોબાઈલ ફોનમાં ટીમ વ્યુવર ઍપ ડાઉનલોડ કરાવી હતી. ટીમ વ્યુવર ઍપ ડાઉનલોડ થયા બાદ જુગલકિશોરભાઈઍ તે વ્યક્તિના કહેવા મુજબ પીન નંબર તેને આપ્યો હતો અને રૂ. ૧૦ પોતાના ઍકાઉન્ટમાંથી ટ્રાન્સફર કર્યા બાદ ગણતરીની મિનિટોમાં તેમના બેન્ક ઍકાઉન્ટમાંથી ચાર ટ્રાન્જેક્શન મારફતે કુલ રૂ. ૯૯,૯૪૦ ઉપડી ગયા હતા. આ અંગેનો મેસેજ જુગલકિશોરને આવતા જ તેના હોશ ઉડી ગયા હતા. વતનથી આવ્યા બાદ આ અંગે જુગલકિશોરભાઈઍ કરેલી અરજીના આધારે વરાછા પોલીસે ગતરોજ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.