સુરત શહેરમાં રકતદાનના પ્રણેતા ઍવાં નરેન્દ્ર ગાંધીના જન્મ દિન નિમીત્તે તેમને ખરા અર્થમાં શ્રધ્ધાંજલી આપવા માટે નરેન્દ્ર ગાંધી મિત્ર મંડળ દ્વારા શનિવારે નાનપુરા ટી.ઍન્ડ.ટી.વી. સ્કુલની બાજુમાં દિલીપ પરેશ રોટરી હોલમાં રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સ્મરણાંજલી રકતદાન શિબીર તરીકે કરેલા આયોજનમાં સાંસદ દર્શના જરદોશની સાથે સ્થાનિક કોર્પોરેટરો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા. ૨૦૨૦માં કોરોનાકાળ દરમ્યાન નરેન્દ્રભાઇ ગાંધીનું મૃત્યુ નિપજ્યુ હતુ. જેની યાદમાં રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આશરે ૩૦૦ થી વધુ રકત યુનિટ ઍકત્ર કરી સ્વર્ગસ્થ નરેન્દ્ર ગાંધીને ખરા અર્થમાં રક્તાંજલી સ્વરૂપે શ્રધ્ધાંજલી આપી હતી.