
કાપોદ્રા કિરણ ચોક પાસે આવેલી ઍક દુકાન પાસે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ યુવાનોને પોલીસે ઝડપી પાડી પાંજરે પુર્યા છે. પોલીસે રૂ.૧.૨૧ લાખથી વધુની મત્તા કબ્જે કરી છે. જયારે પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
સુરત શહેરની ઝોન – ૧ ના ઍલસીબી શાખાને બાતમી મળી હતી કે કાપોદ્રા કિરણ ચોક પાસે સત્યમ રેસીડેન્સીમાં આવેલ શ્રી રામ વાયરીંગ નામની દુકાન પાસે કેટલાંક યુવાનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર સટ્ટા બેટીંગ અને જુગાર રમી રહ્ના છે. આ હકીકતના આધારે પોલીસે છાપો માર્યો હતો. ત્યારે પુણાગામ સુંદરબાર સોસાયટીમાં રહેતો અને ઓટો ઇલેકટ્રીકના વ્યવસાય સાથે સંકળાયેલો ભાવીન પરષોત્તમભાઇ કથીરીયા , નાના વરાછા કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતો સંદીપ કુરજી સોજીત્રા અને કાપોદ્રા ગૌતમ પાર્ક સોસાયટીમાં રહેતો રાહુલ ગોવિંદજી નારોલા નામના જુગારીઓ જુગાર રમતા રંગેહાથ પકડાઇ ગયા હતા. જયારે પાંચ જેટલાં જુગારીઓ ભાગવામાં સફળ રહ્ના હતા. પોલીસે ત્યાંથી ૯ મોબાઇલ , રોકડા રૂ.૫૦ હજાર મળી કુલ રૂ.૧.૨૧ લાખથી વધુની મત્તા કબ્જે કરી આગળની તપાસ કાપોદ્રા પોલીસને સોપી છે.