ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચુંટણી હવે ચૂંટણીના મેદાનમાંથી જાહેર રસ્તા પર ઉતરી આવી છે. સુરતમાં કતારગામ વિસ્તારમાં ધનમોરા ચાર રસ્તા ખાતે કેજરીવાલના રોડ શો માટે ડિવાઈડર નડતરરૂપ હોવાથી આપના કાર્યકરોઍ રાત્રિના સમયમાં ડિવાઈડર તોડી પાડીને વિવાદ ઉભો કર્યો છે. ડિવાઈડર દુર કરવા માટે અરજી આપી છે પરંતુ પાલિકા નિર્ણય કરે તે પહેલાં ડિવાઈડર તોડી નાખવામાં આવ્યા છે. સવારે પાલિકાના કર્મચારીઓ ડિવાઈડર બનાવવા માટે ગયા હતા પરંતુ આપના કેટલાક કાર્યકરોઍ દાદાગીરી કરીને પાલિકા કર્મચારીઓને ભગાવી દીધા હતા.
વિધાનસભાની ચૂંટણીના મતદાન આડે ગણતરીના દિવસો બાકી રહ્ના છે ત્યારે રાજકીય પક્ષો પોતાના તરફી મતદાન માટે આક્રમક બની રહ્નાં છે. ગઈકાલે સુરતમાં વડાપ્રધાનના રોડ શો બાદ આજે આમ આદમી પાર્ટીઍ કતારગામ ઝોનમાં કેજરીવાલનો રોડ શો ગોઠવ્યો છે. આ રોડ શો પહેલાં જ આપ દ્વારા મોટો વિવાદ ઉભો કરવામાં આવી રહ્ના છે.
આજે કેજરીવાલના રોડ શો પહેલાં જ ગઈકાલે રાત્રે કતારગામ ધનમોરા ચાર રસ્તા ખાતે ડિવાઈડર તોડી પાડવામાં આવ્યા છે. આ ડિવાઈડર તોડી પાડવામાં આવતાં આ જગ્યાઍ ભારે ટ્રાફિક જામ થઈ રહ્ના છે. આ ડિવાઈડર અરવિંદ કેજરીવાલના રોડ શો માં નડતર રૂપ છે તેથી તેને હટાવવા માટે આપ દ્વારા પાલિકાને આજે અરજી આપવામાં આવી છે. પાલિકા આ અરજી પર કોઈ નિર્ણય કરે તે પહેલાં જ રાત્રીના સમયે આપના કાર્યકરોઍ ડિવાઈડર તોડી નાખીને વિવાદ ઉભો કર્યો છે.આપના કાર્યકરોઍ ડિવાઈડર તોડી પાડતા આ જગ્યાઍ ટ્રાફિક જામ થઈ રહ્ના છે તેની ફરિયાદ મળતા જ પાલિકાના કતારગામ ઝોનના કર્મચારીઓ ડિવાઈડર બનાવવા માટે ગયાં હતા. જોકે, સ્થળ પર હાજર આપના કાર્યકરોઍ દાદાગીરી કરીને કામ કરવા દીધું ન હતું. હાલ ચુંટણીનો માહોલ હોય વાતાવરણ બગડી શકે તેમ હોવાથી પાલિકાનો સ્ટાફ કામગીરી વિના પાછો ફરી ગયો હતો,.સુરતના સંવેદનશીલ ગણાતા કતારગામ બેઠક પર આપ દ્વારા ડિવાઈડર તોડી પાડવાની ઘટના બાદ વાતાવરણ ડહોળાયું છે જોકે, પાલિકા તંત્રે સંયમ રાખતાં વધુ હોબાળો થતો અટક્યો છે. પરંતુ હવે આ ચુંટણીમાં આ મુદ્દો પણ મોટો વિવાદ ઉભો કરી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.