પ્રચારના પડઘમ શાંત થાય તે અગાઉ જ સુરતમાં રાજકીય ગરમાવો ચરમસીમાઍ પહોંચ્યો છે. રાત્રિ રોકાણના બીજા દિવસે આપના સુપ્રીમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયાને સંબોધિત કર્યાં હતાં. જેમાં અરવિંદ કેજરીવાલે સતત બીજા દિવસે લેખિતમાં ભવિષ્યવાણી કરતાં કહ્નાં હતું કે, સુરતની આઠ જેટલી બેઠકો પર આપ જીતે છે. કથીરિયા અને ગોપાલ ઈટાલિયા સહિત ઈસુદાન ગઢવી પણ જંગી બહુમતીથી જીતશે તેવું લેખિતમાં મીડિયા સામે રજૂ કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે, ગતરોજ કેજરીવાલે આપની સરકાર બનતી હોવાનું લેખિતમાં ભવિષ્યવાણી કરતાં આપ્યું હતું.
અરવિંદ કેજરીવાલે ફરી ઍક વખત પોતાના પક્ષના મોટા ચહેરાઓ જંગી બહુમતીથી જીતી રહ્ના હોવાનો આત્મવિશ્વાસ દાખવ્યો છે. પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો ઉપર ઉભા રહેલા ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયા વરાછા બેઠક ઉપર તથા મનોજ સોરઠિયા સહિતના આઠ જેટલા નેતા સુરતથી જીતશે. કેજરીવાલે કેટલાક મહત્ત્વના મુદ્દાઓને લઈને પણ ટક્કર કરી હતી.ગઈકાલે જંગી જનસભા અને સંબોધિતથી વખતે નરેન્દ્ર મોદીઍ હાજર રહેલા લોકોને કહ્નાં કે, દરેક ઘરે ઘરે નરેન્દ્ર મોદીના પ્રણામ છે. ઍવી વાત કરજો અને મતદાન કરાવજો. ઍવી જ રીતે અરવિંદ કેજરીવાલઍ પણ કહ્નાં કે, અમારા તમામ સર્વેમાં મહિલાઓ અને યુવાનો અમને વોટ આપશે. અમે મહિલાઓ અને યુવાનોને વિનંતી કરીઍ છીઍ કે, તેઓ ઘરના તમામ વ્યક્તિઓને બેસાડીને સમજાવ્યા અને આમ આદમી પાર્ટીને વોટ આપે તેવો પ્રયાસ કરે. સર્વેમાં મહિલાઓ અને યુવા વર્ગ આમ આદમી પાર્ટી સાથે હોવાનો દાવો પણ કર્યો. અલગ અલગ આપેલી ગેરંટીઓને કારણે મહિલાઓને અરવિંદ કેજરીવાલ પોતાની તરફ લાવી શક્યા હોય તેવી વાત કરી રહ્ના છે.અરવિંદ કેજરીવાલે મીડિયાને સંબોધતા કહ્નાં કે, લોકોમાં ખૂબ ડર છે. ભાજપના ગુંડાઓ વેપારીઓને હેરાન કરી રહ્નાં છે. સતત મારપીટ કરે છે. હપ્તાઓ વસૂલી રહ્નાં છે. જેના કારણે ઍ લોકો ખૂલીને અમને સમર્થન આપતા નથી. પરંતુ અમે આ તમામ વેપારીઓને ધરપત આપી છે કે, અમારી સરકાર બનશે ઍટલે આ હપ્તારાજ નાબૂદ કરવામાં આવશે.