
હજીરા વિસ્તારના પટેલ ફળિયામાં રહેતા લખન પટેલ નામનો યુવક રાતે પોતાનો વિસ્તારમાં ફરવા નીકળ્યો હતો. તે દરમિયાન નજીવી બાબતે સરપંચ સાથે માથાકૂટ થતા સરપંચના પરિવારે તેને ઢોર માર્યો હતો. સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા હતા છતાં પોલીસ કાર્યવાહી યોગ્ય રીતે ન કરાવતા ગામ લોકોઍ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.
હજીરા વિસ્તારના પટેલ ફળિયામાં રહેતા લખન પટેલ રાતે જમીને ગામમાં ચક્કર મારવા નીકળ્યો હતો. નિશાળ ફળિયામાં રહેતા ધનસુખભાઈ પટેલ અને તેના પરિવાર ઍ લખને ઢોર માર માર્યો હતો. લાકડાના ફટકા વડે માર માર્યા બાદ તેને ગાડી સાથે બાંધીને ઢસેડવામાં આવ્યો હતો. યુવકને ગંભીર ઇજાઓ થઈ છે જેને લઈને લખનના પરિવારે હજીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યો હતી જો કે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ સરપંચ અને તેના પરિવાર જનો સામે કોઈ પગલાં ન લેવાતા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.ધનસુખ પટેલ અને તેના પરિવારની જે દાદાગીરી છે તેની સામે પોલીસ પણ જાણે કંઈક કરતી ન હોય તેવું લાગી રહ્નાં છે. હજીરા પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરાયો છે.