
જહાંગીરપુરા કેનાલ રોડની યુવતીની ફ્રેન્ડનું ઇન્સ્ટાગ્રામ આઇડી હેક કરી માત્ર ૩ કલાકમાં શેરબજારમાં રૂ. ૭ લાખના નફાનું સ્ટેટસ અપલોડ કરી શેરબજારમાં ટ્રેડીંગ થકી લાખ્ખોના નફાની લાલચ આપી રૂ. ૧ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેનાર ભેજાબાજ વિરૂધ્ધ ફરીયાદ નોંધાય છે.
જહાંગીરપુરા શ્યામ ઍન્કલેવમાં રહેતી ૨૭ વર્ષિય સ્નેહા જીવન રાઠોડ ખાનગી સ્ટાફ સર્વિસીસ કંપનીમાં નોકરી કરે છે.
સ્નેહા જીવન રાઠોડ ઍ સપ્ટેમ્બર મહિનામાં ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ ભુમી કરંજીયાના સ્ટેટસમાં માત્ર ૩ કલાકમાં શેરબજારમાં રૂ. ૭ લાખના નફો મેળવ્યાનું જોઇ મેસેજ કરી શેરબજાર ટ્રેડીંગની પ્રોસસનું પુછ્યું હતું. ભુમીઍ મેસેજના રિપ્લાયમાં ઍક લીંક મોકલાવી સંર્પક કરવા અને પોતાનો રેફરન્સ આપવા કહ્નાં હતું. ભુમીઍ બીર્ના ટ્રેડ મની ફેસ્ટીગની મોકલાવેલી લીંક સ્નેહાઍ ઓપન કરી ભુમીના રેફરન્સથી મેસેજ પર વાત કરી હતી. જેમાં ગાઇડન્સ ચાર્જ પેટે નફાના ૧૦ ટકા લેશે ઍમ કહી બિનાકા. કોમ નામની ઍપ ડાઉનલોડ કરાવી તેમાં આધારકાર્ડ અને પાનકાર્ડ તથા ઓનલાઇન રૂ. ૧ લાખ યુપીઆઇથી ગાજીયાબાદની કેથોલીક સિરીયન બેંકમાં ટ્રાન્સફર કરાવી ટ્રેડીંગ શરૂ કર્યુ હતું. જેમાં ગણતરીની મિનીટોમાં રૂ. ૮ લાખનો નફો બતાવ્યો હતો. સ્નેહાઍ નફાની રકમ ઉપાડવાની વાત કરતા અજાણ્યાઍ ટ્રેડીંગ ઍકાઉન્ટ અપગ્રેડ કરવું પડશે અને રૂ. ૨ લાખ ઍપ પર પેમેન્ટ કરવું પડશે ઍમ કહેતા સ્નેહા ચોંકી ગઇ હતી. સ્નેહાઍ ભુમી પાસે રૂ. ૨ લાખની માંગણી કરતો કોલ કર્યો ત્યારે જાણવા મળ્યું કે ભુમીનું ઍકાઉન્ટ હેક થયું છે. જેથી સ્નેહા ચોંકી ગઇ હતી અને સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી. આ અરજીના આધારે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.