
સુરત પાલિકા કમિશનર ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે બેઠક કરીને શહેરમાં ટીપી સ્કીમ હેઠળ આવતા અનામત પ્લોટનો કબજો લેવા સાથે રોડ ખુલ્લા કરવા માટે સુચના આપી છે. તેમજ શહેરમાં ગેરકાયદે હોર્ડિગ્સ સર્વે કરીને તેની સામે કાર્યવાહી કરવા માટે પણ સુચના આપી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા પુરી થાય કે તરત પાલિકા તંત્ર ઍક્શન મોડમાં આવવા માટે તૈયારી કરી રહ્નાં છે. સુરત પાલિકા કમિશનર ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે બેઠક કરીને શહેરમાં ટીપી સ્કીમ હેઠળ આવતા અનામત પ્લોટનો કબજો લેવા સાથે રોડ ખુલ્લા કરવા માટે સુચના આપી છે. આ ઉપરાંત શહેરમાં ગેરકાયદે હોર્ડિગ્સ સર્વે કરીને તેની સામે કાર્યવાહી કરવા માટે પણ સુચના આપી છે. જેના કારણે આગામી દિવસોમાં શહેરમાં ટી.પી સ્કીમના અનામત પ્લોટના કબ્જા લેવા તથા ગેરકાયદે હોર્ડિગ્સ કરવાની કામગીરીમાં વેગ આવે તેવી શક્યતા છે.આગામી ૮ ડિસેમ્બરે વિધાનસભા માટે મત ગણતરી થશે ત્યાર બાદ આચારસંહિતા હટી જશે ત્યાર બાદ પાલિકા તંત્રઍ સ્વચ્છતાની કામગીરી સાથે સાથે ટાઉન પ્લાનીંગ વિભાગની કામગીરી આક્રમક બનાવવા માટે આયોજન કર્યું છે. સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે થોડા સમય પહેલાં તમામ ઝોનના કાર્યપાલક ઈજનેર અને ઝોનલ ચીફ સાથે ઍક બેઠક કરી હતી જેમાં ટીપી સ્કીમના અમલ માટે સુચના આપી હતી. આ બેઠક બાદ આજે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ઝોનલ ચીફ અને કાર્યપાલક ઈજનેર સાથે બેઠક કરી હતી. તેમાં સુરત શહેરમાં ટીપી સ્કીમનો અમલ કરવા માટે સૂચિત રોડ ખુલ્લા કરવા અને રોડ નેટવર્ક શરૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. સુરતમાં ટીપી સ્કીમના અનામત પ્લોટ ઉપર જે કબ્જા છે તેને દુર કરવા માટે પણ સુચના આપવામાં આવી છે.