ગુજરાત રણજીત ટ્રોફી ટીમમાં સુરત ક્રિકેટ ઍસોસિઍશનના ૩ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે આ ટીમમાં ત્રણ પૈકી ભીમરાડ ગામના ૧૯ વર્ષે યુવા ક્રિકેટર સેન પટેલનો સમાવેશ કરવામાં આવતા ગામજનો તેમજ મિત્ર વર્તુળોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે
સુરતના ભીમરાડ ગામ ખાતે રહેતા અને ભરથાના ખાતે આવેલ ડીઆરબી ભાણા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સેન પટેલ કિકેટ ની રમતમાં ફાસ્ટ બોલર તરીકે નામના મેળવી છે અગાઉ વિવિધ ટ્રોફીમાં દેખાવ કર્યા બાદ ગુજરાત રણજી ટીમમાં સેન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે હાલમાં ૧૩મી ડિસેમ્બર થી ત્રિપુરા ખાતે શરૂ થતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમમાં સુરત ડિસ્ટ્રિક્ટના ભાર્ગવ મેરાઈ, હાર્દિક પટેલ અને ૧૯ વર્ષે યુવા ક્રિકેટર સેન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે ભીમરાડ ગામ ખાતે રહેતા બોલર સેન પટેલ માટે રણજી ટ્રોફી ડેબ્યુ હોવાના કારણે શહેર તેમજ કાંઠા વિસ્તારના ગામડાના ક્રિકેટ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.