
અડાજણ ઍલપી સવાણી પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલી ક્રેટા ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી.જોકે ફાયરને જાણ થતા લાશ્કરો ઘટના સ્થળે દોડી આવી પરિસ્થિતી કાબુમાં લીધી હતી. આગને કારણે કાર બળી ને ખાક થઇ ગઇ હતી.
અડાજણ ઍલપી સવાણી પેટ્રોલ પંપ પાસે ઍક ક્રેટા ગાડીમાં પાર્ક કરી હતી. મધરાત્રિના સાડા બાર વાગ્યાના અરસામાં પાર્ક કરેલી કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નિકળી હતી. જોત-જોતામાં આખી કાર આગને લપેટમાં આવી ભડભડ સળગી ઉઠી હતી.આ જાઇને આજુ-બાજુના લોકો દોડી આવ્યા હતા. તાત્તકાળ ફાયરેને જાણ કરતા અડાજણ ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.આગને કારણે કાર બળીને ખાખ થઇ ગઇ હતી.