
પલસાણા તાલુકાના કરણ ગામની સીમમાં ના ઍક ગોડાઉન માંથી સુરત જિલ્લા ઍલસીબી પોલીસે સ્ટીલ અને ટેન્કરોમાંથી ખાદ્યતેલ ચોરી કરવાના કૌભાંડ ઉપર છાપો મારી રૂપિયા ૮૫ લાખથી વધુ નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ પ્રકરણમાં સુરત જિલ્લા પોલીસ વડાઍ પલસાણા પોલીસ મથકના પીઍસઆઇ ચેતન ઍમ ગઢવીને સસ્પેન્ડ કરી દેતા જીલ્લા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે
સુરત જિલ્લા ઍલસીબી પોલીસે બે દિવસ પહેલા પલસાણા તાલુકાના કરણ ગામ માં આવેલ જૈન મંદિર પાસેની ઍક ખુલ્લી જગ્યામાં બનાવવામાં આવેલા ગોડાઉનમાં ડ્રાઇવરો ની મેળાપીપણામાં ટ્રકોમાંથી લોખંડ અને સ્ટીલ ની ચોરી તેમજ ટેન્કરોમાંથી ખાદ્યતેલ ચોરી કરવાનું કૌભાંડ પર છાપો મારી નવ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પલસાણા પોલીસ મથકની હદ માથી ઝડપાયેલા લાખો રૂપિયાના તેલ અને સ્ટીલ ચોરી ના કૌભાંડમાં જવાબદાર ઍવા પીઍસઆઇ સી.ઍમ ગઢવીને સસ્પેન્ડ કરી દેવામા આવતા જિલ્લા પોલીસ વિભાગમાં મચી જવા પામ્યો છે.