
વેડરોડ ગોપીનાથ સોસાયટીમાં રહેતા ઍક હીરા વેપારી બહેનને નોકરી આપવાના બહાને ઠગબાજાઍ વિવિધ ચાર્જ પેટે રૂ.૪૪,૪૧૯ પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસ મથકમા નોધાવી છે.
વેડરોડ ગોપીનાથ સોસાયટીમાં રહેતા સંદિપભાઇ બાબુભાઇ જાસોલિયા પંડોળ ખાતે જે.વી.બ્રધર્સ નામથી હીરાનું કારખાનુ ધરાવે છે.તા.૫-૧૨-૨૦૨૨ ના રોજ સંદિપભાઇની બહેન સેજલ તેમના પિતાનો મોબાઇલ લઇ ફેસબુક ચેક કરી રહી હતી.ત્યારે ફેસબુક ઍકાઉન્ટના પેજ પર નટરાજ પેન્સિલ જાબ વર્ક ફોમ હોમ નામુ ફેસબુક પેજ જાવા મળ્યો હતો. આ જાહેરાત જાઇને સેજલે સંદિપભાઇને બતાવ્યુ હતુ.ત્યારબાદ આ જાહેરાત જાયા બાદ સેજલે તે અંગે માહિતી મેળવી હતી.રાત્રિના સમયે સેજલે નટરાજ પેજ પર લખેલા નંબર પર મેસેજ કર્યો હતો. ત્યારબાદ સામેથી રીપ્લાય આવ્યા બાદ જાબ માટે વાત ચીત કરવા માટે ઍક મોબાઇલ નંબર આપ્યો હતો. જેમાં સેજલે ફોન કરતા સામેથી ઍક વ્યકિતઍ ફોન ઉંચકી નોકરી માટે વાત કરી હતી.ત્યારે નોકરી જાઇતી હોય તો પ્રથમ રૂ.૬૨૦ આપીને ફોર્મ ભરવુ પડશે.તેમાંથી રૂ.૬૦૦ પરત આપવામાં આવેશે, તેમ કહેતા સેજલે રૂ,૬૨૦ ટ્રાન્સફર કર્યા હતા.ત્યારબાદ ફરીથી ઠગબોજાઍ સેજલને ફોન કરીને નોકરી માટે આઇડી બનાવી પડશે તે કહી વધુ રૂ.૨૦૦૦ પડાવ્યા હતા.તા.૭મી ડિસેમ્બરના રોજ ફરીથી ઠગબાજે ફોન કરીને અમારૂ વાહન તમને પેન્સિલના બોક્ષની ડીલીવરી કરવા માટે આવે છે.તમારે રૂ.૪,૧૫૦ ચુકવવાના રહેશે તેમ કહી સેજલ પાસેથી પૈસા ખંખેર્યા હતા.આમ વિવિધ બહાના હેઠળ જીઍસટી,ટ્રાન્સપોર્ટ ખર્ચના નામે સેજલ પાસેથી કુલ રૂ.૪૪,૪૧૯ પડાવી લીધા હતા.પરંતુ નોકરીના બહાને આજદિન સુધી પેન્સિલના બોક્ષ મોકલ્યા ન હતા.પોતે છેતરાઇ હોવાનુ ભાન થતા સેજેલે ભાઇને વાત કરી હતી,જેથી સંદિપભાઇઍ ચોકબજાર પોલીસ મથકમા ફરિયાદ નોધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.