
કતારગામ વિસ્તારમાં હીરા વેપારીને ૧૨મી સપ્ટેમ્બરના રોજ ચાર જેટલા લૂંટારુઓ ધક્કો મારી અંતરીને લાખોના હીરાની લૂંટ કરી ફરાર થઇ ગયા હોવાના પ્રકરણમા પોલીસે પાંચની ધરપકડ કરી છે.
કતારગામ વિસ્તારમાં જેરામ મોરાની વાડી ખાતે આવેલ ઍક હીરા કારખાનેદાર કનૈયાલાલ પ્રજાપતિ ૧૨મી સપ્ટેમ્બરના રોજ પોતાનું કારખાનું બંધ કરી પોતાની સાથે ૨૦થી ૨૫ લાખના હીરા લઇને સેફ વેલ્ટમા મુકવા માટે જઇ રહયા હતા.તે દરમિયાન કારખાનાના ર્પાકિંગમાં જ ચાર જેટલા અજાણ્યા લુંટારૂઓઍ તેમને ધક્કો મારી રૂ.૨૫ લાખના હીરા લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક કતારગામ પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.કારખાનામાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં ચાર જેટલા અજાણ્યા ઈસમો મોઢે રૂમાલ બાંધી હીરા વેપારી કનૈયાલાલ પ્રજાપતિને આંતરી તેમની પાસેથી હીરાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણમાં ડીસીબીઓ બાતમીના આધારે પાંચ લુંટારૂઓની ધરપકડ કરી છે