
સુરત શહેરમાં હાડ થીજવતી ઠંડીને કારણે લોકો ઠુંઠવાઈ રહ્ના છે. તે દરમિયાન રાત્રિના સમયે રસ્તા અને જાહેર માર્ગો ઉપર સુતા લોકો માટે પોલીસે માનવીય અભિગમ અપનાવ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ અને બ્રિજ નીચે રહેતા તથા ઘરવિહોણા લોકોને સમજાવીને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી હાથ ધરી છે. અત્યારસુધી સુરત પોલીસ અને તેની ટીમે ૩૦૦થી વધુ લોકોને શેલ્ટર હોમમાં ખસેડ્યા છે.
સુરત શહેર લઘુ ભારત તરીકે ગણવામાં આવે છે. રાજ્યના અલગ અલગ શહેરોમાંથી લોકો નોકરી-ધંધા માટે સુરત આવે છે. પરંતુ રહેવા માટે કેટલાક લોકોને ઘર ન મળતાં તેઓ રોડ-ફૂટપાથ અને બ્રિજ નીચે પોતાનું આશ્રય બનાવી લે છે. આમ સુરતમાં અસંખ્ય શ્રમિકો શિયાળો, ઉનાળો અને ચોમાસા ઍમ ત્રણેય સિઝનોમાં બ્રિજ નીચે કે જાહેર સ્થળો પર રાત્રિના સમયે રાતવાસો કરતા હોય છે અને હાલ સુરત શહેરમાં કડકડતી ઠંડીના કારણે લોકો થરથર કાપી રહ્ના છે. ત્યારે શિયાળાને કારણે આવા લોકોને આશ્રય સ્થાન મળી શકતું નથી. ઠંડીમાં આખી રાત પસાર કરવી તેમના માટે મુશ્કેલ હોવાથી શહેરમાં સુરત શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે માનવીય અભિગમ દાખવી આવા લોકોને ઠંડીથી બચવા માટે તેઓને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી હાથ ધરી છે. તે માટે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સુરત સિટી કંટ્રોલરૂમ ઈશ્વર પરમારે જુદા જુદા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી સામાજિક કાર્યકરોને સાથે રાખીને લોકોને રેસ્ક્યુ કર્યા છે. સામાજિક કાર્યકરોની મદદથી રોડ ઉપર રહેતા લોકોને સમજાવવામાં આવ્યા હતા કે તેમને શેલ્ટર હોમમાં જરૂરી દરેક સુવિધા મળી શકે છે જેને કારણે જાહેરમાં ન રહીને તે ઓનું શેલ્ટર હોમમાં રહેવું સુરક્ષિત છે. લોકોનો પ્રતિસાદ પણ સારો મળ્યો છે. હાલ શિયાળાને કારણે આવા લોકોને આશ્રય સ્થાન મળી શકતું નથી અને આખી રાત આ રીતે વિતાવવી મુશ્કેલી ભરી હોવાથી રેલ્વે સ્ટેશન ,સલાબતપુરા, મહીધરપુરા સહિત શહેરના અનેક વિસ્તારોમાંથી ઘણા લોકો શેલ્ટર હોમમાં રહેવા તૈયાર થયા છે.આ અંગે ઍસીપી અને કમિટીના નોડલ ઓફિસર ઈશ્વર પરમારે કહ્નાં કે, અત્યાર સુધી અમે ૩૦૦થી વધુ જેટલા ઘરવિહોણા લોકોને શેલ્ટર હોમમાં આશરો અપાવ્યો છે. મેં તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના આપી છે