રાજ્ય સરકાર દ્વારા ૧૨૧૮૪ શાળાઓમાં ગુણોત્સવ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળા નંબર ૧૬ ઈશ્વર પેટલીકર કન્યા શાળાઍ સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ મેળવીને સુરતનું નામ રોશન કર્યું છે.
સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૧૬ઍ સુરતનું નામ રોશન કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની ૧૨૧૮૪ શાળાઓનું ગુણોત્સવ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાંથી સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી શાળા નંબર ૧૬ ઈશ્વર પેટલીકર કન્યાશાળા બીજા ક્રમાંક પર આવી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઍકમ કસોટી, સંત્રાંત પરીક્ષા, મધ્યાહન ભોજન, શાળામાં બાળકોની હાજરી, શિક્ષકો દ્વારા બાળકોને કરાવવામાં આવતો અભ્યાસ, ક્લાસરૂમ વ્યવસ્થા અને અભ્યાસિક પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.આ ગુણોત્સવમાં ૧૨,૧૮૪ શાળાઓમાંથી ઈશ્વર પેટલીકર કન્યા શાળાનો સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમાંક આવ્યો છે.