
સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં મોબાઇલની ચોરી અને ખોવાઈ ગયેલા મોબાઈલઓને પોલીસ દ્વારા સર્વેલન્સ કરી તેને રિકવર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સલાબતપુરા પોલીસ દ્વારા મોબાઈલ માલિકોને બોલાવીને ૪૦ મોબાઇલ પરત કરવામાં આવ્યા હતા.ખોવાયેલ મોબાઈલ પરત મળતા લોકોમાં ખુશી જોવા મળી હતી અને પોલીસનો આભાર માન્યો હતો
સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં મોબાઇલ ચોરી અને ખોવાઇ ગયેલા મોબાઇલ શોધી કાઢવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી હતી. પોલીસે સર્વેલન્સના આધારે ૪૦ જેટલા મોબાઇલ શોધી કાઢી તેને રિકવર કર્યા હતા. ત્યારબાદ તેઓના માલિકોને પોલીસ મથકમા બોલાવી તેમને મોબાઇલ ફોન પરત આપવામા આવ્યા હતા.આ અંગે
પોલીસ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી હતી કે મોબાઈલ ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય તો પોલીસ મથકમાં ફરિયાદ અવશ્ય કરવી .જેથી પોલીસ તેઓની ફરિયાદનો નિકાલ અવશ્ય કરશે અને સાથે સાથે પોલીસ દ્વારા તેઓની સાથે ઍક સંવાદ કર્યો હતો.જેમા હાલ ચાલી રહેલ રાજ્ય સરકારના આદેશથી વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકોને આગળ આવી ફરિયાદ કરવાનું જણાવ્યું હતું.તેમજ લોકને જે પણ તકલીફ હોય તો પોલીસ તેમને મદદ કરવા માટે તૈયાર છે.