અડાજણ વિસ્તારમાં રેતી કપચીનો વેપાર કરતા ઍક વેપારીને દંપતીઍ જહાંગીરપુરા સુંદરવન સોસાયટીનો પ્લોટ રૂપિયા ૫૭.૪૦ લાખમાં વેચી દીધો હતો. પરંતુ મકાન ઉપર બજાજ ફાયનાન્સ લોન લીધા બાદ બેકે મકાનને સીલ કર્યા હોવાની વિગતો છુપાવીને વેપારી પાસેથી દંપતી રૂપિયા લઇ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
અડાજણ ચાર રસ્તા મહેર નગર સોસાયટીમાં રહેતા કિશોરભાઈ બાલુભાઈ પટેલ રેતી કપચીના ધંધા સાથે સંકળાયેલા છે. ૨૦૧૬માં જહાંગીરપુરા બાદ રાધે પાર્ક સોસાયટી અને હજીરા વાસવા ગામ ખાતે રહેતા બાંધકામના ધંધા સાથે સંકળાયેલા શાંતિલાલ પટેલ અને તેમની પત્ની કલ્પનાબેન સાથે કિશોરભાઈના ધંધાકીય સંબંધ હતા. અવારનવાર શાંતિલાલ તેમની પાસેથી માલ લેતો હતો. તે દરમિયાન શાંતિલાલે જહાંગીરપુરા સુંદરવન સોસાયટીમાં પોતાનો ઍક પ્લોટ આવેલો છે અને હાલ પૈસાની જરૂર હોવાથી તે વેચાણ કરવા માંગે છે તેવું કિશોરભાઈને જણાવ્યું હતું. અને કિશોરભાઈઍ આ પ્લોટ લેવાની તૈયારી બતાવતા બંને વચ્ચે સોદો નક્કી થયો હતો. તે દરમિયાન વેચાણ કરનાર કરાવતી વખતે દંપતીઍ બજાજ ફાયનાન્સમાંથી લીધેલી લોન ભરપાઈ ન કરી હોવાનો ઉલ્લેખ કર્યો નહતો અને બેકે સીલ કર્યો હોવાની વિગત પણ છુપાવી હતી. ત્યારબાદ તેમની પાસેથી મકાનના વેચાણ પેટે ચેકથી રૂપિયા ૮ લાખ અને રોકડા ૪૯.૪૦ લાખ મળી કુલï રૂપિયા ૫૭.૪૦ લાખ લઇ લીધા હતા પરંતુ મકાનનો કબજા આપ્યો નહતો. તે દરમિયાન કિશોરભાઈઍ તપાસ કરતા દંપતીનો ભાંડો ફુટી ગયો હતો અને કિશોરભાઈઍ પૈસા પરત માંગતા દંપતીઍ પૈસા ચુકવવા આનાકાની કરી હાથ ખંખેરી લીધા હતા. આ બનાવ સંદર્ભે કિશોરભાઈઍ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.