પૂણા પરવત ગામ પાસેથી પોલીસે દારૂના કેસમાં નાસતા ફરતા ઍક આરોપીને ઍસઓજીઍ ઝડપી પાડી પાંજરે પુર્યો છે.
ઍસઓજીને બાતમી મળી હતી કે પૂણા પોલીસ મથકમાં નોધાયેલા દારૂના કેસમાં નાસતો ભાગતો આરોપી પર્વત ગામ વિસ્તારમાં ફરી રહ્ના છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી પૂણા વીર દર્શન સોસાયટીમાં રહેતો મનીષ ઉર્ફે લાલુ બટકો વસંત ધોડિયા પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે પુછપરછ કરતા પર્વત પાટીયા હળપતિ વાસમાં રહેતો ધર્મેશકુમાર ઉર્ફે ચંપી શાંતિલાલ ચૌધરી સાથે ભાગીદારીમાં ચોરીછુપીથી દારૂનો વેચાણ કરવા માટે થર્ડી ફર્સ્ટને લઇને ૨૯મી ડિસમ્બરના રોજ દારૂનો જથ્થો મંગાવી પૂણા હળપતિ વાસમાં સંગ્રહ કર્યો હતો. જોકે, પોલીસે રેડ પાડી ધર્મેશને રૂપિયા ૧.૦૫ લાખની ૯૭૨ દારૂની બોટલ, મોબાઇલ મળી કુલ રૂપિયા ૧.૧૫ લાખની મતા સાથે ઝડપી પાડ્યો હતો. જેમાં મનીષને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. હાલ ઍસઓજીઍ મનીષનો કબજા પુણા પોલીસને સોપ્યો છે.