સુરત ઓલપાડને જોડતો સરોલી રેલ્વે ઓવર બ્રિજ બનીને બે અઠવાડિયા કરતાં વધુ સમયથી તૈયાર થઈ ગયો છે. પરંતુ સુરત પાલિકા પાસે આ બ્રિજનું લોકાર્પણ માટે મહાનુભાવો ન હોવાથી લોકો માટે ખુલ્લો મુકાયો નથી. સુરતથી ઓલપાડ તરફ જતો ૩ લેનનો નવો રેલ્વે ઓવરબ્રિજ બનીને તૈયાર છે પણ લોકાર્પણ થતું ન હોવાથી ઘણી વાર લોકો બ્રિજ પર મુકેલી આડાશ ખસેડી ઉપયોગ કરી રહ્નાં છે. સુરત પાલિકાઍ બ્રીજના લોકાર્પણ માટે મુખ્યમંત્રીના સમય માગ્યો છે પરંતુ હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્નાં હોય બ્રિજનું લોકાર્પણ ટલ્લે ચઢી ગયું છે અને રોજ હજારો લોકો ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્નાં છે.
સુરત પાલિકાઍ ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે સુરત ઓલપાડને જોડતો સરોલી રેલ્વે ઓવર બ્રિજ બનાવ્યો છે. શહેરના લાગુ હજીરા સ્થિત ઔધોગિક વિસ્તારમાં ક્રિભકો ઈન્ડસ્ટ્રીઝ માટે, પશ્ચિમ રેલ્વે કોસાડ અને ગોથાણ રેલવે સ્ટેશન વચ્ચે થી શરૂ થઈ, જહાંગીરપુરા પાસેથી ઉત્તર થી દક્ષિણ દિશામાં પસાર થાય છે. આ રેલવે લાઈનને સમાંતર જમણા કાંઠા મુખ્ય નહેર પસાર થાય છે. તથા સદર રેલ્વેની પૂર્વ દિશામાં ૯૦,૦૦ મીટર પહોળાઈનો આઉટર રીંગરોડ આવે છે. . આ રેલવે ઓવરબ્રિજ રાજ્ય સરકારના આર ઍન્ડ બી. વિભાગ દ્વારા ક્રિભકો રેલ્વે લાઈન પર બનાવવામાં આવેલ છે. આ રેલ્વે ઓવરબ્રીજ સને ૧૯૯૦ની આસપાસ જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ. સને ૨૦૦૬માં સુરત મહાનગર પાલિકાની હદનું વિસ્તરણ થતાં આ રેલ્વે ઓવરબ્રીજ સુરત મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થતાં બ્રિજની મરામતની જવાબદારી પાલિકાને માથે આવી હતી. દરમિયાન આ બ્રિજ બિસ્માર બની જતાં પાલિકાઍ આ બ્રિજની જગ્યાઍ નવો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. હાલમા સુરતથી ઓલપાડ તરફ જતો ૩ લેનનો નવો રેલવે ઓવરબ્રિજ બનીને તૈયાર છે અને બે અઠવાડિયા કરતાં વધુ સમય થઈ ગયો છે. બ્રિજ તૈયાર હોવા છતાં પાલિકાઍ બ્રિજ ખુલ્લો નહીં મુકતા ઘણી વાર લોકો બ્રિજ પર મુકેલી આડાશ ખસેડી વાહન દોડાવી રહ્ના છે. સુરત પાલિકાઍ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે બ્રિજ લોકાર્પણનો સમય માગ્યો છે પરંતુ હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્નાં હોય મુખ્યમંત્રી પાસે બ્રિજ લોકાફપર્ણ માટેનો સમય નથી. પાલિકાઍ મુખ્યમંત્રી પાસે સમય માગ્યો હોય હવે પાલિકા આ બ્રિજનું લોકાર્પણ બીજા કોઈ મહાનુભવો પાસે પણ કરાવી શકે તેમ નથી. જેના કારણે બ્રિજ તૈયાર હોવા છતાં પાલિકા તંત્ર તેનું લોકાપર્ણ કરી શકે તેમ નથી અને તેના કારણે રોજ હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્ના છે.