ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના જન્મદિન નિમિત્તે અનેક સેવાકીય કાર્યનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉધના ચીકુવાડી સોસાયટીમાં યુથ ફોર ગુજરાત અને ઉધના ઝોન ભાજપ પરિવાર દ્વારા મહા રક્તદાન શિબિર, ડોક્ટર દ્વારા ફ્રીમાં આંખની તપાસ અને જરૂરિયાતમંદોને વિનામુલ્યે મોતિયાનું ઓપરેશનના કેમ્પો રાખવામાં આવ્યા હતા.
જેમાં અનેક જરૂરિયાતમંદોઍ લાભ લીધો હતો. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકોઍ રક્તદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. રક્તદાન કરનાર તમામ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. તેમજ સી.આર. પાટીલને શુભેચ્છા આપવા માટે સવારથી જ કાર્યકર્તાઓ તથા નેતાઓની લાઇન લાગી ગઈ હતી.