
સુરતમાં નવરાત્રિ પર્વને લઈને ઉમિયાધામ મંદિરને કલરે કલરની લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે. ઉમિયાધામ મંદિરમાં પરંપરાગત રીતે ગરબાનું આયોજન થાય છે. જેમાં લોકો મોટી સંખ્યામાં ભાગ લેતો હોય છે. ખાસ કરીને આ મંદિરમાં આઠમની મહા આરતીને લઈને વિશેષ નજારો જોવા મળે છે. ગયા વર્ષે આ મંદિરમાં આઠમના દિવસે 40 હજાર દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે ફરી ભવ્ય આયોજનના પ્લાન સાથે મંદિરને કલરફુલ લાઈટિંગ સાથે શણગારવામાં આવ્યું છે. તે અદભૂત નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે.
સુરતના વરાછા વિસ્તારમાં દર વર્ષે નવરાત્રિના તહેવારને લઈને ઉમિયાધામ મંદિરને શણગારવામાં આવે છે. ત્યારે આ વર્ષે પર ઉમિયાધામ મંદિર લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે. ઉમિયાધામ મંદિરમાં પરંપરાગત ગરબા થાય છે અહીં મોટી સંખ્યામાં મહિલાઓ માથે ગરબીઓ મૂકીને ગરબે ઘૂમે છે. સાથે જ 150 જેટલી મશાલો પણ રાખવામાં આવે છે, જે વાતાવરણને દિવ્ય બનાવે છે. તેમજ ઉમિયાધામ મંદિરમાં દર વર્ષે આઠમની ભવ્ય મહાઆરતી કરવામાં આવે છે. જે મહાઆરતીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાય છે.

દિવસે 40 હજાર દીવડાઓની મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો લાભ લીધો હતો.ગત વર્ષે આઠમના નોરતે મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. મંદિર ‘જય માતાજી’ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. ભવ્યાતિભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. એકસાથે 40 હજાર દીવડાઓની મહાઆરતી શરૂ થતાં અદભુત નજારો જોવા મળ્યો હતો. દીવડાઓની રોશનીથી મંદિર પરિસર ઝગમગી ઉઠ્યુ હતું. એક સાથે લોકોએ માતાજીની આરતી ઉતારી હતી. નવરાત્રિ પર્વને લઈને અદભુત લાઇટિંગ પણ કરવામાં આવ્યું હતું. તેને લઈને આહલાદક નજારો જોવા મળ્યો હતો.
